Tabela Loan Yojana Gujarat 2022 | આદિજાતિ નિગમ સહાય યોજના । તબેલા ની લોન 2022 । પશુપાલન લોન યોજના 2022 ગુજરાત । પશુપાલન લોન અરજી । Tabela yojana 2022
હાલ ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિકાસ માટે એક પોર્ટલ કે વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. જેનું નામ આદિજાતિ વિકાસ નિગમ છે જેના દ્વારા ઘણી સ્વરોજગાર યોજનાં ચલાવામાં આવે છે. જેમની એક યોજના આદિજાતિના ઈસમોને સ્વરોજગારી યોજના તબેલા હેતુ માટે લોન સહાય એટલે કે “તબેલા લોન સહાય યોજના”.
પ્રિય વાચકો, આ આર્ટિકલ માં અમે તબેલા માટે ની લોન યોજના ની તમામ માહિતી આપી છે. જે ગુજરાતના અનુસુચિત જન જાતિ વર્ગના લોકો મદદ આપવાના હેતુ થી આપવામાં આવે છે. જેની મદદથી તેઓ સ્વરોજગારી અથવા પોતાના પશુપાલન માટે તબેલા બનાવવા માં સહાય મળે. આ યોજનાનો લાભ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે.
Tabela loan in Gujarat 2022: હવે થોડી ટૂંકમાં વાત કરીયે કે આ આર્ટિકલ માં ક્યાં ક્યાં મુદ્દાઓ કવર કરવામાં આવિયા છે. Tabela Loan Yojana Gujarat ની સંપૂર્ણ માહિતી ટોપિક પ્રમાણે આપવાનો પ્રયત્ન કર્યો છે. જેવાકે, તબેલા લોન યોજના માટેની યોગ્યતા, તબેલા લોન યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય અથવા ધિરાણ, તબેલા માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો, લોન પરત કરવાનો સમય, તબેલા લોન માટે જરૂરી દસ્તાવેજો ઉપરાંત વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો સાથે સાથે તમારા મન માં રહેલા સલાવો પણ તને કોમેન્ટ માં કરી શકો છો જેનો બને એટલો જલ્દી જવાબ આપીશુ.
નીચે આપેલ Table of Contents માંથી તમે તમારી જોઈતી Tabela loan in Gujarat 2022 માહિતી ની સીધી તાપસ પણ કરી શકો છો.
Table of Contents
Overview of Tabela Loan Scheme in Gujarat 2022
યોજનાનું નામ | તબેલા લોન સહાય યોજના |
કોના દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે | ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન |
કોણ લાભ લઈ શકે | ગુજરાતના અનુસુચિત જનજાતિ ના વર્ગો |
યોજના નો ઉદેશ | આદિજાતિના ઈસમોને સ્વરોજગારી તથા પશુપાલન માટે તબેલો બનાવવા માટે |
યોજના હેઠળ કેટલી લોન આપવામાં આવે છે | 4 લાખ સુધીની તબેલા લોન |
લોન પર લાગતો વ્યાજદર | વાર્ષિક 4% વ્યાજદર |
Tabela Loan In Gujarat 2022 Details
ગુજરાત સરકાર દ્વારા વિકાસ ના હેતુ થી ઘણી અવનવી યોજના ઓ બહાર પાડવામાં આવે છે. જેમાંની એક તબેલા લોન યોજના કે જે આદિજાતિ વર્ગ ના લોકો માટે શરૂ કરવામાં આવી છે. ગુજરાત મોટા ભાગ ના ગ્રામીણ વિસ્તાર માં લોકો પશુપાલન કરે છે જેથી તેઓની રોજગારી ચાલે છે.
એવા લોકો કે જે ખેતી કરે છે સાથે પશુપાલન કરે છે, ગયો – ભેંસો રાખે છે તેઓ ને મદદ મળે / સહાય મળે કે જેથી એક તબેલો બનાવી તેમાં ગયો – ભેંસો રાખી શકે. માટે આદિજાતિ ના લોકો તબેલો લોન યોજના માટે અરજી કરી શકે છે. અને Tabela Loan મેળવી પશુપાલન સાંભળ માટે તબેલો બનાવી શકે છે.
તબેલા લોન યોજનાનો હેતુ | Tabela loan in Gujarat 2022
- આ યોજના ખાસ આદિજાતિ ના લોકો કે જેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોઈ ઉપરાંત પશુપાલન કરતા હોઈ તેઓ ને સ્વરોજગારી મળી રહે સાથે સાથે ગયો – ભેંસો માટે તબેલો બનાવી સારી રીતે સંભાળ રાખી શકે તેવા હેતુ થી તબેલા લોન યોજનાનો શરૂ કરવામાં આવી છે.
- આ તબેલા માટેની લોન યોજનામાં વ્યાજદર ઓછો હોવાથી વધુ તકલીફ વગર લોન ની ભરપાઈ કરી શકે છે.
તબેલા લોન યોજના માટેની લાયકાત અને પાત્રતા
તબેલા લોન માટે અરજી કરવામાટે અમુક લાયકાતો અને પાત્રતા નક્કી કરવાંમાં આવી છે જે અરજદારે અરજી કરતા પહલે જાણવી જરૂરી છે જેથી આગળ કોઈ પણ પ્રકાર ની પરેશાની ના થાય. જે નીચે મુદા પ્રમાણે આપવામાં આવી છે.
- અરજદાર આદિજાતિ નો હોવો જોઈએ.
- અરજદાર પાસે જાતિનો દાખલો / પ્રમાણપત્ર હોવું જોઈએ (મદદનીશ કમિશ્નરશ્રી તકેદારીનું રજુ કરવાનું રહેશે).
- લાભાર્થી ની ઉમર 18 વર્ષ થી ઓછી તથા 55 વર્ષ થી વધુ નો હોવી જોઈએ.
- અરજદાર પાસે પોતાનું આધાર કાર્ડ હોવું જોઈએ.
- અરજદાર પાસે પોતાનું ચૂંટણી કાર્ડ હોવું જોઈએ.
- લાભાર્થી એ જે તબેલા ના હેતુ માટે ધિરાણ ની માંગણી કરી છે તેની જાણકારી હોવી જોઈએ અને આ અંગે તાલીમ લીધેલી હોવી જોઈએ. તે અંગે ના તાલીમ /અનુભવ અંગેના આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
- તબેલા લોન માટે ઓછામાંઓછા એક કે બે દૂધાળા પશુઓ પાળેલા હોવા જોઈએ.
- કામ કાર્ય નો અનુભવ ઉપરાંત દૂધ મંડળી નો સભ્ય હોવો જોઈએ.
- છેલ્લા 12 મહિનામાં દૂધમંડળી માં દૂધ ભરેલ હોઈ તેની પાસ બુક રજુ કરવાની રહેશે.
- કુટુંબના કોઈ પણ વ્યક્તિ એ IDDP યોજના હેઠળ જીટીડીસી માંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.
- અરજદાર ની કૌટુંબિક વાર્ષિક અવાક ગ્રામ્ય માટે રૂ.120000/- થી વધુ ન હોવી જોઈએ તથા શહેરી વિસ્તાર માટે રૂ.150000/- થી વધુ ન હોવી જોઈએ.
તબેલા લોન યોજના અંતર્ગત મળવા પાત્ર ધિરાણ
- તમામ દસ્તાવેજો / અરજી તાપસ કર્યાબાદ અરજદાર ની લાયકાત અને યોગ્યતા ધ્યાન માં રાખી ને રૂપિયા 4,00,000/- ની મર્યાદામાં લોન આપવામ આવશે.
તબેલા લોન માં લાભાર્થી નો ફાળો
- અરજદાર ને 4 લાખ સુધીની લોન મળવા પાત્ર થશે જેમાં આ યોજના માં લાભાર્થી ફાળો કુલ ધિરાણ ના 10 ટકા પ્રમાણે ભરવાનો રહેશે.
તબેલા લોન વ્યાજ દર
- લાભાર્થી ને લોન મળ્યાબાદ લોન ના 4 % ના દરે વ્યાજ ભરવાનું રહેશે.
- જે દર Tabela Loan Subsidy બરોબર છે. અથવા તબેલા લોન માં સબસીડી મળી છે તેવું પણ માની શકાય.
- ખાસ નોંધ: જો અરજદાર લોન ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય વ્યાજ ચૂકવવાનું રહેશે.
તબેલા લોન પરત કરવાનો સમય ગાળો
લાભાર્થી લોન મળ્યા બાદ લોન ની ભરપાઈ કરવા માટે હપ્તા પ્રમાણે ચુકવણી કરવાની રહેશે.
- જેમાં 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહીત ભરપાઈ / ચુકવણી કરવાની રહેશે.
- ઉપરાંત જો લાભાર્થી લોન ના નિયત સમય કરતા પહેલા ચુકવણી કરવા માંગે તો તે પણ અરજદાર ને છુટ આપવામાં આવી છે.
અરજી કોના દ્વારા મોકલવી
- આદિજાતિ ના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટશ્રીની ભલામણ થી દરખાસ્ત મોકલવાની રહેશે.
- જયારે બિન આદિજાતિ ના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશને મોકલવાની રહેશે.
અરજી મેળવવાનું સ્થળ
- જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીવટશ્રીની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશન વેબસાઇટ પરથી મેળવી શકાશે.
તબેલા લોન માટે જરૂરી દસ્તાવેજો
આદિજાતિ વિકાસ નિગમ કોર્પોરેશન દ્વારા અનુસુચિત જન જાતિના ઉમેદવારો ને તબેલા લોન યોજના હેઠળ નવો વ્યવસાય ચાલુ કરવા માટે ધિરાણ આપવામાં આવે છે. જેની અરજી કરવા માટે જરૂરી ડોકમેન્ટ્સ લિસ્ટ નીચે આપવામાં આવ્યુ છે.
- અનુસુચિત જન જાતિ નું પ્રમાણપત્ર (Cast Certificate)
- અરજદારની રેશનકાર્ડની નકલ
- બેંક એકાઉન્ટ ની પાસબુક
- આધાર કાર્ડ ની નકલ
- અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ જે તાજેતરનો તથા જમીનના 7/12 તથા 8-A અથવા બોજા વગરનો)
- જામીનદાર-1 ના 7-12 તથા 8-A અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ
- જામીનદાર-1 નો રજૂ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે.
તબેલા લોન માટે અરજી કેવી રીતે કરવી? How to Apply Online For Tabela Loan Yojana Gujarat 2022
તબેલા માટે લોન લેવા માટે લાભાર્થી એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતા પહેલા અરજદાર ઉપર જણાવેલ તમામ દસ્તાવેજ સાથે રાખે ઉપરાંત તે તમામ દસ્તાવેજ સ્કેન કરી કમ્પ્યુટર માં સેવ કરી રાખે જેથી તબેલા અરજી ફોર્મ માં અપલોડ કરવામાં સરળતા રહે. અરજદાર નીચે આપેલા સ્ટેપ પ્રમાણે સરળતા થી તબેલા લોન માટે અરજી કરી શકે છે.
- સૌપ્રથમ અરજદાર Gujarat Tribal Development Corporation ની અધિકૃત વેબસાઈટ (https://adijatinigam.gujarat.gov.in/) પર જવાનું રહેશે.
- હવે હોમેપેજ પર તમને ઉપર ની બાજુ APPLY FOR LOAN નું લાલ કલર નું બટન જોવા મળશે જેના પર ક્લિક કરો.
- ત્યારબાદ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન નું લોન માટે અરજી કરવાનું પેજ ખુલશે જે નીચે પ્રમાણે દેખાતું હશે.
- જેમાં તમારે તબેલા લોન માટે અરજી કરવાની છે માટે તબેલા ના બટન પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમને લોગિન કરવામાટે નું ફોર્મ ખુલશે જેમાં username અને password દાખલ કરી લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પરંતુ જો તને પહેલીવાર આ વેબસાઈટ પર થી અરજી કરતા હોઈ તો પ્રથમ તમારે નોંધણી (રેજીસ્ટ્રેશન) કરાવી પડશે. જેના માટે તે પેજ પર નીચે આપેલ અહીં નોંધણી કરો અથવા રેજીસ્ટ્રેશન હેયર બટન પાર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરી નોંધણી કરવો ત્યારબાદ તેમાંથી username અને password મળશે.
- લોગીન કર્યાબાદ લોન ની અરજી માટે નું ફોર્મ ખુલશે.
- જેમાં જરૂરી વિગતો, લોન ની રકમ, માંગણી નો હેતુ વગેરે જેવી તમામ વિગતો ભરો.
- ત્યારબાદ Upload Documents List માં માંગેલ તમામ Documents અપલોડ કરો.
- ભરેલ તમામ વિગતોની ફરી એકવાર ચકાસણી કરો.
- ત્યાર બાદ નીચે આપેલ સેવ બટન પાર ક્લિક કરો.
- ત્યાર બાદ એક એપ્લિકેશન નંબર જનરેટ થશે. જે સેવ કરી લેવો. ઉપરાંત સબમિટ કરેલ અરજી ની પ્રિન્ટ કરાવી સાચવી રાખવી જેથી આગળ જરૂર સમયે કામ લાગે.
જો તમે સીધી અરજી કરવા માંગતા હોઈ તો નીચે આપેલ Important Link માં આપેલ લિંક માંથી તને સીધી અરજી કરી શકો છો.
Tabela Loan Yojana Gujarat Important Link Section |
Official Mahiti | Check Here |
Direct Apply Online For Tabela Load in Gujarat | Apply For Loan |
Gujarat Tribal Development Corporation Register | Click Here |
Login | Click Here |
Gujarat Tribal Development Corporation Official Website | Check Here |
Get Maru Gujarat Jobs Alert on Mobile:
- Whatsapp Group: Click Here
- Follow Us on Google News
- Telegram Channel: Click Here
- Facebook Page: Click Here
- Instagram Page: Click Here
- Get Email Updates: Click Here
Tabela Loan Gujara 2022 FAQs
Q. તબેલા લોન યોજના કોના માટે બહાર પાડવામાં આવી છે?
A. આદિજાતિ ના લોકો માટે / અનુસૂચિત જન જાતિ વર્ગો માટે
Q. ગુજરાત સરકાર દ્વારા તબેલા લોન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામ આવે છે?
A. રૂપિયા 4,00,000/- ની મર્યાદામાં લોન આપવામ આવશે.
Q. આદિજાતિ ના લોકો માટેની તબેલા લોન નું વ્યાજદર કેટલો હશે?
A. તબેલા લોન નો વ્યાજદર 4% છે.
Q. Tabela Loan યોજના ક્યાં વિભાગ દ્વારા આપવામાં આવે છે?
A. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન
Q. કેટલા સમયમાં તબેલા લોન પરત કરવાની રહેશે?
A. લોન મળ્યાબાદ 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહીત ભરપાઈ કરવાની રહેશે.
Q. Tabela Loan માટેની અધિકૃત વેબસાઈટ કે છે?
A. https://adijatinigam.gujarat.gov.in/
Q. તબેલા લોન માટે અરજી કેવી રીતે કરવી?
A. તબેલા લોન માટે અરજી adijatinigam.gujarat.gov.in વેબસાઈટ પર થી કરવાનું રહશે. આ પેજ પર અરજી કરવાની વિગતવાર માહિતી આપેલી છે તે તપાસવા વિનંતી.